રાજ્યભરના સ્ટ્રૉંગ રુમની બહાર કોંગ્રેસનો પહેરો


સુપ્રિમ કોર્ટે ૨૫% વીવીપેટ મશીનોમાં ગણતરીની ના પાડ્યા પછી કોંગ્રેસે ઈવીએમની છેડછાડ મુદ્દે હવે આક્રામક રુખ અખ્ત્યાર કર્યુ છે. કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા કરવામાં આવેલા આંતરીક સર્વે માં કોંગ્રેસને લગભગ ૧૦૦ જેટલી સીટો મળવાનો અંદાજ છે પરંતુ એ જ સમયે કોંગ્રેસને ડર છે કે મતગણતરીના બાકીના દિવસોમાં સ્ટ્રોંગ રુમમાં પડેલા ઈવીએમ મશીનો સાથે છેડછાડ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ઈવીએમ મશીન સાથે બ્લુટુથ જોડાવાના મામલે પહેલા જ હોબાળો થઈ ચુક્યો છે એવામાં કોંગ્રેસ કોઈ જ જોખમ નથી લેવા માંગતી અને એટલે જ કોંગ્રેસની મીટીંગમાં રાજ્યભરના સ્ટ્રોંગ રુમની બહાર કોંગ્રેસ કાર્યકરોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છેલ્લા ૨ દિવસથી કોંગ્રેસના વગદાર કાર્યકરો પોતાના સહકાર્યકરો સાથે સ્ટ્રોંગરુમની બહાર પહેરો ભરી રહ્યા છે.

હકીકતમાં સ્ટ્રોંગરુમની બહાર પહેરો ભરવાનો આ અઈડીયા મુળ પંજાબમાં અમિરીન્દર સિંહનો હતો પંજાબમાં પણ ઈવીએમ ટેમ્પરીંગની આશંકા કોંગ્રેસને સતાવી રહી હતી અને એટલે જ અમિરીન્દરસિંહે દરેક સ્ટ્રોંગ રુમ પર કાર્યકરોની ટુકડીઓ ગોઠવી દીધી હતી. પંજાબમાં કોંગ્રેસને સફળતા પણ મળી ત્યારે હવે ગુજરાત કોંગ્રેસે પણ ઈવીએમ ટેમ્પરીંગ થી બચવા એ જ વ્યુહ રચના અપનાવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જો કે આ વ્યુહ રચના કેટલી સફળ થશે એ તો આવતી કાલે જ જાણી શકાશે.

Comments